• 1
  1
 • 2
  2
 • 3
  3
 • 4
  4
 • 5
  5
 • 6
  6
 • 7
  7
 • 8
  8

આપણું રોજીદ ગામ

              રોજીદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બરવાળા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.ગામ ની વસ્તી આશરે ૫૦૦૦ થી ૬૦૦૦ જેટલી છે.

ગામ માં વર્ષો પહેલા ગૌસ્વામી મઠો હતા. આશરે ૩૦૦ વર્ષો પગેલા ગનીપીર બાવા સાહેબે ગયો ની રક્ષા અને માતૃભુમી ની રક્ષા માટે શહીદી વહોરી લીધી હતી, જેમની સમાધી નું એક ગનપીર નામે દર્ગા હાલ મોજુદ છે. રોજીદ ગામ માં વર્ષો પહેલા બ્રાહ્મણો, પિંજારા , દરબારો અને ખાખી બાવા ની જમાત હતી. સમય જતા ગઢિયા અને ડુંગરણી પરિવાર ના ૫-૬ પરિવારો વસવા માટે આવેલ તેવું કહેવામાં આવે છે. ગામ નું મુખ્ય આકર્ષણ એવું અંબાજી મંદિર કે જેમા ૫૫ વર્ષ થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે.

વર્ષો પહેલા શ્રી વિરાભાઈ ગઢિયા એ ગામ ના પીવાના પાણી ના પ્રશ્ન ના ઉકેલ માટે કુઈ ખોદાવેલ જેનું મીઠું પાણી સમગ્ર ગ્રામજનો પીવા માટે ઉપયોગ માં લેતા જે કુઈ આજેપણ " વીરાજી ની કુઈ " તરીકે પ્રખ્યાત છે .

જોવા લાયક સ્થળો
 • વર્ષો થી કાર્યરત ઉપાશ્રય
 • જૈન જીનાલય
 • વિશાળ તળાવ
 • પૌરાણિક નકશીકામ વાળું રામજી મંદિર
 • સ્મશાનગૃહ
 • રામદેવ પીરજી નો નાથહાર
 • પક્ષીઓ ના ચણ માટે પૌરાણિક છત્રી ચબુતરો

Firms

Latest News

૨૦ મો સ્નેહમિલન સમારોહ06/06/2015


સહર્ષ ખુશાલી સાથ જાણવાનું કે દર વર્ષ ની પરંપરા મુજબ આ વર્ષે પણ આપ સૌ ના સાથ અને સહકાર થકી શ્રી રોજીદ ગામ યુવક મંડળ પરિવાર સુરત દ્વારા ૨૦ માં સ્નેહમિલન સમારોહ નું આયોજન તા. ૦૬/૦૬/૨૦૧૫ શનિવાર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે રાખેલ છે. તો આ મંગલ મહોત્સવ ને ભવ્યતા થી ઉજવવા તેમજ ભોજન સમારંભ પ્રસંગે અચૂક પધારવા આપ સૌ સ્નેહીજનો ને ભાવભર્યું આમંત્રણ છે

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ05/04/2015


"શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ" નું ધર્મ આયોજન સૌવંત ૨૦૭૧ ના વૈશાખ વાદ-૧ ને મંગળવાર , તા. ૫-૫-૨૦૧૫ થી વૈશાખ વદ-૮ ને સોમવાર, તા. ૧૧-૫-૨૦૧૫ સુધી રોજીદ મુકામે યોજેલ છે.